भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

પ્રેમથી લીંપેલ ઘરમાં આવી ગયા / રાકેશ હાંસલિયા

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज

પ્રેમથી લીંપેલ ઘરમાં આવી ગયા,
જાણે કે માના ઉદરમાં આવી ગયા!

આટલી બુલંદ કોની આ હાક છે?
કે અપંગો પણ ડગરમાં આવી ગયા!

પથ્થરોને પથ્થરો કે’વાતા નથી,
જ્યારથી આ કાચઘરમાં આવી ગયા.

સૂર્યના ઉજાસને કાળો ચીતરી,
આગિયાઓ પણ ખબરમાં આવી ગયા!

આ ચરણ ચાલે છે પૈડાંની જેમ કાં?
શ્વાસ આ કેવી સફરમાં આવી ગયાં?