भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

ફલ્લાંગ ભરીને / દક્ષા વ્યાસ

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज

આદિ કાળથી ઉંબર દેખાડ્યો એ આદમી હતો
ભિક્ષાર્થે ઉંબર ઓળંગાવ્યો
તેય આદમી જ વળી !

જન્મારાથી ઉંબરે ઊભીને
સાંભળ્યા કર્યો જે વા’લમનો બોલ
તેય આદમી.

ને દરવાજા પછીતે અંધારિયા ખૂણે
ધરબી દેનારોય આદમી જ.

ઉંબરેથી પાછી વાળ્યા કરી મને
જેણે ફરી ફરી

હવે પરવા કરે જરી
મારી બલા ! ફલ્લાંગ ભરીને ઉલ્લંઘાય એને
જાણ્યું
આકાશ આખું
ધરતી પર આણ્યું. ___ છો ઠેશ વાગે
લોહીના ટશિયા ફૂટે તો ફૂટે ___
પોતાના પગે ખૂંદીશ સઘળી ધરતી
પોતાના બાહુમાં સમાવીશ સારી સૃષ્ટિ
પોતાની આંખે વીંધીશ આખું અંતરીક્ષ
લો...
આ હળુ હવાની ફરફર
ને રોમ રોમ પુલકિત !
આ માટીની મહેક મહેક
ને મનખો તરબતર ! આ મુક્ત ગગનમાં ઊડતો પંખીરવ
ને સકળ સભર સભર !