भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
બંસીવાલા આજો મોરે દેશ / મીરાંબાઈ
Kavita Kosh से
બંસીવાલા આજો મોરે દેશ.
આજો મોરે દેશ, હો બંસીવાલા આજો મોરે દેશ;
તોરી શામળી સૂરત હદ વેશ... બંસીવાલા આજો.
આવન આવન કેહ ગયો, કર ગયો કોલ અનેક;
ગણતાં ગણતાં ઘસ ગઈ જીભા, હારી આંગળીઓની રેખ... બંસીવાલે આજો
એક બન ઢૂંઢી, સકલ બન ઢૂંઢી, ઢૂંઢો સારો દેશ;
તોરે કારણ જોગન હોઉંગી, કરુંગી ભગવો વેશ... બંસીવાલે આજો
કાગદ નાહિ મારે સ્યાહિ નાહિ, કલમ નહિ લવલેશ;
પંખીનું પરમેશ નહિ, કિન સંગ લખું સંદેશ?... બંસીવાલે આજો
મોર મુગુટ શિર છત્ર બિરાજે, ઘુંઘરવાળા કેશ;
મીરાં કે પ્રભુ ગિરધરના ગુણ, આવોની એણે વેશ... બંસીવાલે આજો