भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

મને થતું કે- / મણિલાલ ભગવાનજી દેસાઈ

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज

આ તડકે બેસી
પીઠ શેકતી
ભીંત જોઈને
મને થતું કે
હું યે તડકે બેસું.
જો
કેટકેટલાં વર્ષ તણું આ હિમ થીજ્યું તે
પીગળે,
પીગળે ને અંદરથી ઝીણી પાંખો ફૂટે....
ફૂટે તો
આભ તણા પીપળાની પેલી
સપ્તર્ષિની ડાળ નમી તે ડાળે જઈને બેસું.
આ તડકે બેસી પીઠ શેકતી ભીંત જોઈને
મને થતું કે હું યે તડકે બેસું.
ઘણી વાર આ અંધારાને આંબે
ટૌકે
મોર કેટલા એકીસાથે
મનની પેલી તૃપ્ત વેદના સૂતી જાગે...
જાગે ને થઈ જાય મોર તો
મોર તણા ટૌકાની માળા સૂર્યકિરણમાં ગૂંથી
ગૂંથી તને શોધવા બેસું.
આ તડકે બેસી પીઠ શેકતી ભીંત જોઈને
મને થતું કે હું યે તડકે બેસું.