भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

મારા ગામની નદીને / ઇન્દુલાલ ફૂલચંદ ગાંધી

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज

તારે કાંઠે નથી કોઈ ઐશ્વર્યે ઓપતી કથા
કે ના કો' લુપ્ત લંકાનાં પાદચિહ્ને તહીં પડ્યાં;
જેમ કો' માવડી હેતે ઝૂલાવે પુત્રપારણું
તેમ તારા તરંગોએ ઝૂલન્તું મારૂં ગામડું.
ખોરડાં સાત વીસું ને કૂબા બાર છ, ઝૂંપડાં
વચ્ચે મા'દેવનું દેરૂં, ચોરે રામતણી ધજા;
કાયાને રક્ષવા કાજે વેરયા થોર ભુંભલા
એ સૌને તેજથી વીંટી લેતી તું કટિમેખલા.

વેળુમાં બેસીને તારી આઘેરી ભોમ ઝંખતો
કૂબાની કાચી માટીમાં સોનેરી ચિત્ર આંકતો;
કીધાં'તાં ઝૂંપડીમાંથી અલકાનાં સ્પ્નદર્શનો
તારા શિલાખંડોને મા ! મેં માન્યાં'તા સિંહાસનો
પ્હેલામાં ફોરતી વૃન્દા, બીજે આવળનાં અમી,
એવા, બે હાથમાં તારા તીર્થસ્થાનો રહ્યાં રમી