भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

મેંદી રંગ લાગ્યો રે / ઇન્દુલાલ ફૂલચંદ ગાંધી

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज

મેંદી તે વાવી માળવે
              એનો રંગ ગયો ગુજરાત રે
મેંદી રંગ લાગ્યો રે —

નાનો દેરીડો લાડકો
           ભાભી, રંગો તમારા હાથ રે
મેંદી રંગ લાગ્યો રે ! —

આંગળીઓ રંગી ને રંગી હથેલી
રંગી બેઠી હું તો મનડુંયે ઘેલી :
            કરી પાનીઓ લાલ ગુલાલ રે
મેંદી રંગ લાગ્યો રે ! —

ફાગણને ફુલેકે ખીલ્યો’તો ખાખરો,
એણે કેસૂડાંનો રંગ ધર્યો આકરો !
          જાણે મેંદીના હાથનો રૂમાલ રે
મેંદી રંગ લાગ્યો રે ! —

વાયરો જો ઊડીને આવ્યો વૈશાખથી,
કૈંક નવું કામણ કીધું એણે આંખથી;
       રંગ્યું કુમકુમથી ભાભીનું ભાલ રે
મેંદી રંગ લાગ્યો રે ! —