भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

મૌન આંખો, મૌન શ્વાસો, મૌન મન ગાતું રહે / જાતુષ જોશી

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज

મૌન આંખો, મૌન શ્વાસો, મૌન મન ગાતું રહે,
આપણાં પ્રત્યેક શબ્દે મૌન સર્જાતું રહે.

એકબીજાની અનુભૂતિ થવી અઘરી નથી,
આપણી વચ્ચે સતત જો મૌન લ્હેરાતું રહે.

પત્ર તેં આ કઈ અવસ્થામાં લખ્યો છે ? શી ખબર ?
પત્ર કોરો તો નથી ને મૌન વંચાતું રહે.

આપણાં સાયુજ્યની સહુ પળ સહજ શાશ્વત બને,
આપણાં અસ્તિત્વ પર જો મૌન છંટાતું રહે.

કેમ સાચવશું પુનિત સંબંધના આ મૌનને ?
એક ક્ષણ એવીય છે જ્યાં મૌન વિખરાતું રહે.