भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
વાયરે વળી જાય- / નટવર કુબેરદાસ પંડ્યા
Kavita Kosh से
મારું મન વાયરે વળી જાય.
નાજુક નમણી થનગન થનગન વલ્લરી જેવું જાણે,
રૂપ નથી રે, રંગ નથી રે, પરિચય કેવળ પ્રાણે,
કાયા ગંધની ઘડૂલી છલછલ
અમથી અમથી તેમ ઢળી જાય.
રત રતના રાહી છો આવે, આવે છો રંક ને ભૂપ,
સાર અમારો સારવી લેવા જોઈએ મંન મધુપ,
પવન સમો પાલવ લઈ આવો,
મનની મંજરીઝૂલ ઝરી જાય.
એને અંજલિ બનવું, ઢૂંઢી આંખડી બેની માયા,
પ્રીતના કોશને ક્યાંય નથી રે પાંખડીનીયે કાયા,
કોક જો કામણગારી કીકી
આટલી મારી વાત કળી જાય.