भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

શોધ / દક્ષા વ્યાસ

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज

સવાર પડે છે ને રાત પડે છે,
શોધ્યા કરું છું સોનપરીને.
વસંતની વહેલી સવારે, પોપચાં પર પગ ટેકવીને,
બેઠી ભાળું-ન ભાળું ત્યાં.
ઊડી જાય છે એ,
અજાણી વનરાજિમાં. પુખ્પપાંદડીની પાંખો પહેરીને.

શ્રાવણની શીતળ ઝરમરમાં,
ઝાંઝરના ઝણકાર રેલતી
ઠમકાં લેતી એને
ઝાંલુ-ન ઝાલું ત્યાં ફોરાંના ત્રિપાર્શ્વ્ર ગોળામાં બિરાજીને
પહોંચી જાય છે. આકાશી મેઘધનુના ઝરૂખે.
શરદની અચ્છોદ-ધવલ રાત્રે રાતરાણીના મઘમઘતા પ્રાંગણમાં
આંખો પાથરીને
બેસું છું પ્રતીક્ષામાં
શકે
રૂપેરી પડદાની બહાર
એ આવે ધરાર.
પળ પછી પળ
આકળવિકળ ને... કેદ થઈ જાય છે એ
ઘેરી નિંદરની કિલ્લેબંધીમાં.
સવાર પડે છે ને રાત પડે છે શોધ્યાં કરું મને – સોનપરીને