भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

સખિ! તારો / રામનારાયણ વિ.પાઠક 'શેષ'

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज

'સખિ તારો વાંકો અંબોડો કેમ વાંકો સેંથલિયો?
વાંકો ઠમકો ને દેહબંધે વાંકડિયો?
સખિ તારો વાંકો......'

'વાંકી આંબા ડાળીઓ, સરિતા વહે વંકાઈ,
વાંકો બીજનો ચાંદલો, હ્રદય રહ્યાં અંકાઈ!
વાંકા શું મેળ મારે વાંકો નાવલિયો! '
' સખિ તારો વાંકો...'