भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

હળવી હવાને હિલોળે / મણિલાલ ભગવાનજી દેસાઈ

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज

એક હળવી હવાને હિલોળે
ઉરનો અજંપો મારો ધીરેથી જઈ બેઠો
ખીલેલી રાતરાણીખોળે!

પોતાનાં આજ જ્યારે રૂઠી ગયાં
ત્યાં કહો, કોને જઈને તે વાત કહીએ?
ઉરના કાંટા જ રહે વાગી
ત્યાં સૈયર રી, સેજને તે દોષ કેમ દઈએ?
પાંપણમાં ઘેન, ચેન હૈયે જરા ન
તો યે સૂતા ઉમંગ કેમ કોળે!
એક હળવી હવાને હિલોળે!

આંખો ઉઘાડું ત્યાં પાછી બિડાઈ જાય
જાણે ન હોય શું લજામણી !
એવી મુંઝાઈ મરું, નહિ હું તો ઓળખું
મારા અંતરની કોઈ લાગણી;
અંધારે અંગ મારું જાણે ભીંજાઈ જતું
ચૈતરની ચાંદનીની છોળે!
એક હળવી હવાને હિલોળે!