भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
હું ઉદાસ કેમ છું ? કહી શકીશ ના / જાતુષ જોશી
Kavita Kosh से
હું ઉદાસ કેમ છું ? કહી શકીશ ના,
ને કહીશ તોય તું સહી શકીશ ના.
તું ય સાદ તો કરીશ આખરે મને,
હું ય સાદ સાંભળી રહી શકીશ ના.
તું હવા બની અને જઈશ ક્યાં સુધી ?
તું હવા બનીશ ને વહી શકીશ ના.
હું હવે મને જ નહિ, તનેય વિસ્મરું,
એ વિના તને કદી ચહી શકીશ ના.
તું ન અર્થ થઈ, ન હુંય શબ્દ થઈ શક્યો,
એટલે જ હું તને ગ્રહી શકીશ ના.