भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

હોમ બોલશે / સુધીર પટેલ

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज

જ્યાં જ્યાં તમે પગલાં કરો એ ભોમ બોલશે,
તારા-ગગનની સાથ સૂરજ-સોમ બોલશે !

ચૂપકી તમે સાધી ભલે પણ વાત નહિ બને,
છે જેટલાં તન પર બધાં એ રોમ બોલશે !

કરશે અવળચંડાઈ શબ્દો જે ઘડી હવે,
લૈ હાથ બાજી, નાદ ઊઠશે ૐ બોલશે !

ઊઘડી રહી છે આ ગઝલ પણ જો ધીરેધીરે,
વાતાવરણ ખીલશે સ્તવન ને સ્તોમ બોલશે !

તું રાખજે તૈયાર તારી જાતને ‘સુધીર’,
તો થૈ જવાશે હવ્ય જ્યાં એ હોમ બોલશે !