भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

"મિલનમાં વિરહ / પિનાકિન ઠાકોર" के अवतरणों में अंतर

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज
('{{KKGlobal}} {{KKRachna |रचनाकार= હરિશ્ચંદ્ર ભટ્ટ |अनुवादक= |संग्र...' के साथ नया पृष्ठ बनाया)
 
(कोई अंतर नहीं)

15:40, 31 जनवरी 2015 के समय का अवतरण

અહો તે રાત્રીએ શરદની હતી પૂનમ ખીલી
અગાશીએ જ્યારે સ્વજન સહ સાથે રહી ઝીલી.

તમે આઘે ઊગ્યો નિકટ કરીને ચંદ્ર નીરખો,
કશા સંતોષે તો અમીટ નજરે એકસરખો;
અને પાસે તો યે તમ મુખે રહ્યું દૂર જ થતું,
સદા ઝંખી ઝંખી નીરખી ઉર આ રોજ ઝરતું.

મને ના આકાશી હિમકર નિહાળી સુખ મળે,
અરે પોતાનાનાં પર દરશને અંતર બળે;
તમે આઘેનાને નજીક કરી લો કેટલું બધું
ફક્ત પાસેનાંને અલગ જ ધકેલો નિત વધુ.

અમાસી અન્ધારાં ભરી દીધ તમે પૂનમ-દિને
દીધું સાથે ર્હૈને ચિર વિરહનું દર્દ જ મને.