भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

"વહાવી દો! / સુધીર પટેલ" के अवतरणों में अंतर

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज
('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=સુધીર પટેલ |अनुवादक= |संग्रह= }} {{KKCatGuj...' के साथ नया पृष्ठ बनाया)
 
पंक्ति 21: पंक्ति 21:
 
અમે વિચાર પણ ક્યાં કોઈ ભારેખમ છીએ  ‘સુધીર’?
 
અમે વિચાર પણ ક્યાં કોઈ ભારેખમ છીએ  ‘સુધીર’?
 
જરા હળવું કરી કંઇ સ્મિત ચહેરા પર સજાવી દો !
 
જરા હળવું કરી કંઇ સ્મિત ચહેરા પર સજાવી દો !
<poem>
+
</poem>

10:47, 12 अगस्त 2015 के समय का अवतरण

અમે આંસુ છીએ, ચાહો અગર તો બસ વહાવી દો,
નહીંતર ચૂપ રહેશું જિન્દગીભર જો છુપાવી દો !

હયાતી છે અમારી તણખલા જેવી જ હળવી ફૂલ,
તમે માળો સજાવો કે હવામાં એ ઉડાવી દો !

અમે સૂરજ નથી કે જીદ પર આવી સળગશું રોજ,
અમે તો કોડિયાં, ચાહે જલાવો કે બુઝાવી દો !

અમે અંબર નથી કે આંબવામાં પણ પડે ફાંફાં,
અમે ધરતીના છોરું, હાથ દૈ હૈયે લગાવી દો !

અમે વિચાર પણ ક્યાં કોઈ ભારેખમ છીએ ‘સુધીર’?
જરા હળવું કરી કંઇ સ્મિત ચહેરા પર સજાવી દો !