भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
"ઉપહાર / મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’" के अवतरणों में अंतर
Kavita Kosh से
Sharda suman (चर्चा | योगदान) ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार= મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’ |अनु...' के साथ नया पन्ना बनाया) |
(कोई अंतर नहीं)
|
14:24, 26 दिसम्बर 2014 के समय का अवतरण
ફર્યો ત્હારી સાથે, પ્રિયતમ સખે ! સૌમ્ય વયનાં
સ્હવારોને જોતો વિકસિત થતાં શૈલશિખરેઃ
અને કુંજે કુંજે શ્રવણ કરતો ઘાસ પરના
મયૂરોની કેકા ધ્વનિત ધસતી જ્યાં ગગનમાં !
તરંગોનાં સ્વપ્નસ્મિત સરિતમાં જ્યાં વિલસતાં
વિલોકીને વેર્યો વિમલ કુસુમનો ગણ, અને
સરી ચાલ્યો તે તો રસિક રમણીના ઉર પરે,
અને ત્યાં પાસેનાં તરુવર રહ્યાં ઉત્સુક બની !
ઠરી સ્થાને સ્થાને, કુદરત બધીને અનુભવી,
કર્યા ઉદ્દગારો, તે બહુ બહુ હવામાં વહી ગયા;
સખે ! થોડા ખીણો ગહન મહિં તોયે રહી ગયા,
કલાથી વીણામાં ત્રુટિત સરખા તે અહિં ભરું.
અને તેને આજે તરલ ધરું ત્હારા ચરણમાં,
ગમે તો સ્વીકારે ગત સમય કેરા સ્મરણમાં !