भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
"આદિમ અંધકાર / જયન્ત પાઠક" के अवतरणों में अंतर
Kavita Kosh से
Sharda suman (चर्चा | योगदान) ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=જયન્ત પાઠક |अनुवादक= |संग्रह= }} {{KKCatGuj...' के साथ नया पन्ना बनाया) |
(कोई अंतर नहीं)
|
13:10, 28 दिसम्बर 2014 के समय का अवतरण
અંધકારના આદિમ વનથી
- અસલ વતનથી -
હમણાં આવ્યો છું બ્હાર
હજી હમણાં છેદાઈ નાળ !
સૂંઘી લો તાજા પ્રસવેલા
ડિમ્ભ શરીરના લોહીમાંસની વાસ;
ભેજથી ભર્યા વાયુનો શ્વાસ;
તામસી તમરાંનો ચિત્કાર
વાળમાં અંધકારની જાળ
રોમરોમમાં પુલકે મારા
આદિમ જંગલ ઘાસ;
નખની માટીમાંથી મળશે
ધરબાયેલાં અંધકારનાં બીજ;
અડી જુઓ આ ચામડીને તો
ખરબચડા તરુથડની થશે પતીજ.
આંખમાં તારાભર્યુ તમિસ્ત્ર
છાતી ઉપર કાન મૂકીને સાંભળશો તો
ફરતું મળશે
ભૂખછીંકોટા કરતું મળશે
કાળું કાળું રીંછ.
નસનસમાં જે રુધિરતણો નય
આંગળીઓ જોશે તો કળશે
ભયનો આદિમ ધસમસતો લય.
પ્રકાશને પી જાઉં એકસપાટે
વ્હોળાનું જળ દીપડો જેવો લપલપ ચાટે.
મારાંમાં ફૂલ્યો ને ફાલ્યો
અંધકારનો અદિમ વગડો
વ્યોમભોમ વ્યાપીને
ઊર્ધ્વ દશાંગુલ ખડો.