भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

"અણમોલ ફૂલડાં / ન્હાનાલાલ દલપતરામ કવિ ‘પ્રેમભક્તિ’" के अवतरणों में अंतर

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज
('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=ન્હાનાલાલ દલપતરામ કવિ ‘પ્રેમભક્...' के साथ नया पन्ना बनाया)
 
(कोई अंतर नहीं)

21:12, 28 दिसम्बर 2014 के समय का अवतरण

(ઢાળ : મ્હોલે પધારો, મ્હારા રાજ! માણીગર! મ્હોલે પધારો)

ફૂલડાં ઊગ્યાં અણમોલ ચાંદલિયાની ડાંખળીએ રે;
એવા કંઈ રસના બોલ ઊગે મ્હારી આંખડીએ રે.

ચાંદણીઓ વેરી ચન્દ્ર ચાલે રે
ઠમક ઠમક ઠમકન્ત;
વેરું હું એવી તેજપગલીઓ
મારગડે મલકન્ત:
ચાંદલિયાની ડાંખળીએ રે.

સેંથે ઓઢી મેઘઓઢણી રે,
ચન્દની ચણિયાને ઘેર;
ચન્દ્રકલા આ કલા કરી ચમકે;
કરું હું કલા એ પેર:
ચાંદલિયાની ડાંખળીએ રે.

કિરણો રચે અલબેલડી રે,
અલકલટો ચન્દ્રભાગ્ય;
છૂટો મ્હેલ્યો મ્હારો અજબ છટાનો
અંબોલડાનો સોહાગ:
ચાંદલિયાની ડાંખળીએ રે.

રૂપનો સાગર ડોલતો રે,
ચન્દ્રી ઝીલે એ જુવાળ;
કોડભરી એવી હું ય કુમારી
દેવસુધાનો થાળ:
ચાંદલિયાની ડાંખળીએ રે.

ફૂલડાં ઊગ્યાં અણમોલ ચાંદલિયાની ડાંખળીએ રે;
એવા અમૃતના બોલ ઊગે મ્હારી આંખડીએ રે.