भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

"નિરુદ્દેશે / રાજેન્દ્ર શાહ ‘રામ વૃંદાવની’" के अवतरणों में अंतर

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज
('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=રાજેન્દ્ર શાહ ‘રામ વૃંદાવની’ |अन...' के साथ नया पन्ना बनाया)
 
(कोई अंतर नहीं)

17:55, 1 जनवरी 2015 के समय का अवतरण

નિરુદ્દેશે
સંસારે મુજ મુગ્ધ ભ્રમણ
પાંશુ-મલિન વેશે.

ક્યારેક મને આલિંગે છે
કુસુમ કેરી ગંધ,
ક્યારેક મને સાદ કરે છે
કોકિલ મધુર-કંઠ,
નેણ તો ઘેલાં થાય નિહાળી
નિખિલના સહુ રંગ
મન મારું લઈ જાય ત્યાં જાવું
પ્રેમને સન્નિવેશે.

પંથ નહિ કોઈ લીધ, ભરું ડગ
ત્યાં જ રચું મુજ કેડી,
તેજછાયા તણે લોક, પ્રસન્ન-
વીણા પર પૂરવી છેડી,
એક આનંદના સાગરને જલ
જાય સરી મુજ બેડી,
હું જ રહું વિલસી સહુ સંગ ને
હું જ રહું અવશેષે.