भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
"અવધૂત ગાન / પ્રહલાદ જેઠાલાલ પારેખ" के अवतरणों में अंतर
Kavita Kosh से
Sharda suman (चर्चा | योगदान) ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=પ્રહલાદ જેઠાલાલ પારેખ |अनुवादक= |...' के साथ नया पन्ना बनाया) |
(कोई अंतर नहीं)
|
19:53, 1 जनवरी 2015 के समय का अवतरण
એક લંગોટી, એક ભંભોટી, હાથમાં છે એકતારો;
એક હરિનું નામ છે હોઠે, ગાનનો એક ફૂવારો;
હૈયે અમારે ગાનનો એક ફુવારો.
ગાનના તારે ધરણી સાથે સાંધીએ ઊંચાં આભ;
ગાનથી નાના હૈયા સાથે કરીએ એક વિરાટ :
અમારાં ગાન એ મિલનવાટ.
ગાનના જોરે ઊડતા ઊંચે, ઊડતા ગાતા ગાન;
એકતારાની ઝણઝણાટી, કંઠેથી ઊઠે તાન;
તેના ઘેનમાં રે' અમ પ્રાણ.
ગાનનો ગેરુ રંગ અમારો, ધરણીથી તે આભ
ઊડતો; જેને લાગતો તેને ફૂટતી જાણે પાંખ,
અને એ ઊડતો સાથોસાથ.