भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

"આવશે / પ્રહલાદ જેઠાલાલ પારેખ" के अवतरणों में अंतर

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज
('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=પ્રહલાદ જેઠાલાલ પારેખ |अनुवादक= |...' के साथ नया पन्ना बनाया)
 
(कोई अंतर नहीं)

19:55, 1 जनवरी 2015 के समय का अवतरण

ઊંચે ઊંચે તારકના પલકાર,
નીચે મારા હૈયાના થડકાર;
તેની વચ્ચે મૂંગો મૂંગો રહે છે અંધાર.

ધીમા ધીમા વાજો આજ સમીર,
સાગર-વીરા ! લેજે આઘાં નીર :
મારો રે આવે છે વા'લમ, હૈયા કેરો હીર.

નીંદર-બે'ની, ઘેરીશ ના એ નેન,
નહીં દેશો, ફૂલો, સુરભિ-ઘેન :
મારા રે વાલ'મને આવવા દેજો રે'તાં રેન.

મારાં હૈયે કરિયા લાંબા હાથ,
આવીને એ પૂરી કરશે બાથ;
તેની વચ્ચે મૂંગો મૂંગો વ્હેશે પ્રેમ અતાગ.