भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
"રૂપાંતર / પન્ના નાયક" के अवतरणों में अंतर
Kavita Kosh से
Sharda suman (चर्चा | योगदान) ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=પન્ના નાયક |अनुवादक= |संग्रह= }} {{KKCatGuj...' के साथ नया पृष्ठ बनाया) |
(कोई अंतर नहीं)
|
14:03, 23 जनवरी 2015 के समय का अवतरण
શિયાળાની એક ખરબચડી સવારે
ઠરી જતી આંગળીઓથી
પોચા પોચા રૂ જેવા
તાજા જ પડેલા સ્નોમાં
મેં તારું નામ લખ્યું તો ખરું
પણ પછી લુચ્ચો, અદેખો વરસાદ
એને વહી ગયો.
ઘરમાં ઊભી ઘડીભર હું ઉદાસ...
પણ તું માનીશ ?
આજે
સુંવાળી વાસંતી સવારે
એ જ જગ્યાએ
લચી પડતાં ડેફોડિલ ઊગી નીકળ્યાં છે.
હવે મારે તારું નામ લખવાની શી જરૂર ?