भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

"ઓઝલમાં નાખ મા / ઇન્દુલાલ ફૂલચંદ ગાંધી" के अवतरणों में अंतर

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज
('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=ઇન્દુલાલ ફૂલચંદ ગાંધી |अनुवादक= |...' के साथ नया पृष्ठ बनाया)
 
(कोई अंतर नहीं)

16:02, 17 मई 2015 के समय का अवतरण

પ્રભુજીને પડદામાં રાખ મા
પૂજારી, તારા-
આતમને ઓઝલમાં નાખ મા.
વાયુ વીંઝાશે ને દીવડો હોલાશે એની,
ભીતિ વંટોળિયાની ભાખ મા,
આડે ઊભો તારો દેહ અડીખમ
બાપુ, ભળી જાશે ખાખમાં.
પુજારી, તારા-
આતમને ઓઝલમાં નાખ મા.

ઊડી ઊડીને આવ્યાં પંખી હેમાળેથી
થાક ભરેલો એની પાંખમાં;
સાત સમુંદરને પાર કર્યા એનું
નથી રે ગુમાન એની આંખમાં.
પૂજારી, તારા-
આતમને ઓઝલમાં નાખ મા.

આંખનાં રતન તારાં છોને હોલાય
છોને હીરા લૂંટાય તારા લાખના;
હૈયાનો હીરો તારો નહિ રે લૂંટાય તારા લાખના;
ખોટા હીરાને ખેંચી રાખ મા
પૂજારી, તારા-
આતમને ઓઝલમાં નાખ મા.