भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

"ખાંભી / ઇન્દુલાલ ફૂલચંદ ગાંધી" के अवतरणों में अंतर

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज
('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=ઇન્દુલાલ ફૂલચંદ ગાંધી |अनुवादक= |...' के साथ नया पृष्ठ बनाया)
 
(कोई अंतर नहीं)

16:06, 17 मई 2015 के समय का अवतरण

અહીં હશે ચમકી વીજ એક દિ'
ખણખણાટ થતાં હથિયારના;
વહી હશે નવ-શોણિતની નદી
બલી થતાં કંઈ બત્રીસલક્ષણા.

શૂરકથા શત વર્ષ જીવાડવા
અહીં મૂકેલ શિલા કંઈ કોતરી :
સળગતો ભૂતકાળ અહીં ફરી
શહીદનાં પથદર્શન પૂજવા.

અહીં જ એ ઇતિહાસ પડી રહ્યો
સ્વજનસંઘ ગણી તરુની ઘટા;
મૂક શિલા મહીં પૌરુષ પેખતાં
મનુજ અંતર સ્વપ્ન ઘડી રહ્યો.