भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

"રાખજો / સુધીર પટેલ" के अवतरणों में अंतर

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज
('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=સુધીર પટેલ |अनुवादक= |संग्रह= }} {{KKCatGuj...' के साथ नया पृष्ठ बनाया)
 
(कोई अंतर नहीं)

10:48, 12 अगस्त 2015 के समय का अवतरण

હા તમે ખુદ પ્રેમ જેવું કૈં કરેલું રાખજો !
¬¬¬¬¬¬¬સ્વપ્ન હો તો સ્વપ્નથી પણ મન વરેલું રાખજો !

કોઈ સંભારે કદી એવું કહેલું રાખજો !
-ને ગડીવાળી મૂકે એવું લખેલું રાખજો !

કાન તો શું, જીવ પણ કોળી ઊઠે એ યાદથી,
ક્યાંક પણ કોઈનું એવું સાંભળેલું રાખજો !

આકરા કૈં તાપમાં કરશે મીઠો એ છાંયડો,
વૃક્ષ જેવું ભીતરે બસ ઊછરેલું રાખજો !

આંખ તો છલકી જશે એની લઢણ મુજબ સદા,
લાગણીથી આપણે બસ મન ભરેલું રાખજો !

વાર-ત્હેવારે પછી અવસર બની ઝૂલી જશે,
જિન્દગીમાં પર્વ કોઈ ઊજવેલું રાખજો !

કોઈ છાનું આવી હસ્તાક્ષર કરી જાશે ‘સુધીર’,
ડાયરીનું એક પાનું વણલખેલું રાખજો !