भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
"શ્રુતિ પ્રગટો હવે / લલિત ત્રિવેદી" के अवतरणों में अंतर
Kavita Kosh से
Lalit Kumar (चर्चा | योगदान) ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=લલિત ત્રિવેદી |अनुवादक= |संग्रह= }} {...' के साथ नया पृष्ठ बनाया) |
(कोई अंतर नहीं)
|
16:34, 7 सितम्बर 2015 के समय का अवतरण
આ સમાધિની ક્ષણો ,શ્વાસો,શ્રુતિ પ્રગટો હવે,
વેદની ઋચા સમી કોઈ કૃતિ પ્રગટો હવે.
શંખ ફૂંકું આ શ્વસનગંગોત્રીના નભ સુધી....,
નાભિમાથી શ્વાસની અંતિમ ગીતિ પ્રગટો હવે.
ચીપિયો ખખડે ને દ્વારો ખટખટે બ્રહ્માંડના ....,
કે ધખે બ્રહ્માંડ લગ ધૂણી ,દ્યુતિ ! પ્રગટો હવે.
ચર્મમાંથી મર્મમાં પ્રગટું...ચરમસીમા વટું.....,
હે સકળ અખિલાઇની ગેબી સ્થિતિ! પ્રગટો હવે.
આભમય એકાંતની ગહરાઈમાં બોળું કલમ...,
કે અગોચરનો અરથ અથથી ઇતિ પ્રગટો હવે.