भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

"હું અને મારી કવિતા / ધ્રુવ જોશી" के अवतरणों में अंतर

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज
('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=ધ્રુવ જોશી |अनुवादक= |संग्रह= }} {{KKCatGuj...' के साथ नया पृष्ठ बनाया)
 
(कोई अंतर नहीं)

16:54, 25 अप्रैल 2016 के समय का अवतरण

હું અને મારી કવિતા...
સવારમાં વહેલાં મળીએ એકાંતમાં.
નિરવતાના સ્પંદનો ઝીલી,
અમે મૂંગા-મૂંગા વાતો કરીએ.
હું અને મારી કવિતા,
સિંદૂરી સાગરની ચોપાટી પર,
સૂરજને ખૂંટેથી લટકતાં,
તેજ દોરડાં ઝાલી ઝૂલીએ.
હું અને મારી કવિતા,
ઠંડા પવનમાં, સ્હેજ આંટો મારીએ,
ગરમ ગરમ તાઝગીનો
છૂપો-છૂપો આસ્વાદ માણીએ.
હું અને મારી કવિતા
ચકલાંની ચહેક, પનિહારીની ચમક,
ગૌધણના રણકાર, ઘંટના ઘંટારવથી
સચેત થઈને, અમે સંકોરી લઈએ.
પરંતુ અમારા સર્જનને સેવવા
શબ્દોથી ગૂંથાએલા ડાયરીના માળામાં,
વાત્સલ્ય પાંખો ફેલાવી, ઉષ્મા આપી
રાહ જોઈએ અમ નવ સર્જનની.