भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

"ઈશ્વરીય પ્રેમ / ધ્રુવ જોશી" के अवतरणों में अंतर

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज
('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=ધ્રુવ જોશી |अनुवादक= |संग्रह= }} {{KKCatGuj...' के साथ नया पृष्ठ बनाया)
 
(कोई अंतर नहीं)

16:54, 25 अप्रैल 2016 के समय का अवतरण

ઊંચા મેરુ ને ઊંચાં આભલાં રે લોલ,
તેથી ઊંચું છે ઈશધામ રે
ઈશ્વરનો પ્રેમ કદી, નહીં ખૂટે રે લોલ.
જગમાં પ્રસરેલ એની ડાળીઓ રે લોલ
પ્રેમ તણાં વૃક્ષ ચારે કોર રે. ...ઈશ્વરનો પ્રેમ.
માતા સ્વરૂપે મીઠો છાંયડો રે લોલ
જગમાં અનેરી એની છાંય રે. ...ઈશ્વરનો પ્રેમ.
પિતા સ્વરૂપે પ્રેમે પોષતો રે લોલ
હાથમાં અનેરું એનું હેત રે. ...ઈશ્વરનો પ્રેમ.
ભાઈના પ્રેમ સમ સદા વહે રે લોલ,
રણમાં અભેદ એની ઢાલ રે. ...ઈશ્વરનો પ્રેમ.
બ્હેની સ્વરૂપે અમૃત ધાર છે રે લોલ,
વીરાને નવ આવે આંચ રે. ...ઈશ્વરનો પ્રેમ.
ભાર્યાના પ્રેમ સમ છૂપો વહે રે લોલ,
ખીલેલો રાખે જીવનબાગ રે. ...ઈશ્વરનો પ્રેમ.
માનવનો પ્રેમ તો વધે-ઘટે રે લોલ,
ઈશ્વરનો પ્રેમ સદાસાથ રે. ...ઈશ્વરનો પ્રેમ.