भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

"મીરાં નામની નદી / હરિશ્ચન્દ્ર જોશી" के अवतरणों में अंतर

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज
('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=હરિશ્ચન્દ્ર જોશી |अनुवादक= |संग्र...' के साथ नया पृष्ठ बनाया)
 
(कोई अंतर नहीं)

20:25, 5 जुलाई 2016 के समय का अवतरण

રણ આખ્ખો મેવાડ
સુકાતાં મીરાં નામની નદી...

રાણાજીએ ખડ્‌ગધાર પર લાગણીઓને તોળી
ખળખળ વહેતાં બાઈ મીરાંમાં આંગળીય ના બોળી
રહી ગઈ કેવળ ત્યાં રેખા
જ્યાં હતી એક દિ’ નદી...

રાણાનો મેવાડ નિમાણો મીરાં મીરાં પુકારે
શાલીગ્રામની પાસે મીરાં ભવની ખેપ ઉતારે
આંખોમાં સૌ વીરડા ગાળે
મળી જાય જો નદી...

કોટ, કાંગરા, ગોખ, ઝરૂખા, ખાવા ધાતી મેડી
પથ્થર વચ્ચે રાણાજીએ જડે ન કોઈ કેડી
ખર ખર ખરતી ભળે સદી
જ્યાં વહે રેતની નદી...