भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

"સમજણ / એષા દાદાવાળા" के अवतरणों में अंतर

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज
('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=એષા દાદાવાળા |अनुवादक= |संग्रह= }} {{KK...' के साथ नया पृष्ठ बनाया)
 
(कोई अंतर नहीं)

02:30, 21 जुलाई 2016 के समय का अवतरण

સત્તોડિયું રમતાં રમતાં
કૂંડાળાંમાં મૂકેલી ઠીકરીઓને
ધારી ધારીને જોતી આંખો
 અચાનક ક્યારે મોટી થઈ ગઈ એ સમજાયું જ નહીં.

એ અસમજણને કારણે જ
મારામાં રહેલી બાળકવૃત્તિને
મારી અંદર જ સાચવી રાખી વર્ષો સુધી !

મારી આંખો હવે,
સામેવાળાની આંખોને બહુ સરળતાથી
પારખી શકે છે
એવો અહમ્‌ આવ્યો
અને અંદર જ સાચવી રાખેલી બાળકવૃત્તિ
મારી અંદર જ ખોવાતી ગઈ ક્યાંક !
જોકે
આંખોની નાની અમથી ગોખલીમાં
દિવસના અજવાળામાં જ્યાં
સપનાંઓ છુપાઈને રહેતાં’તાં
ત્યાં જ
આંસુઓ છુપાઈને રહેવા માંડ્યાં
ત્યારે જ
મારે સમજી જવું જોઈતું’તું
કે હું મોટી થઈ ગઈ છું !