भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

"ઝાડ / એષા દાદાવાળા" के अवतरणों में अंतर

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज
('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=એષા દાદાવાળા |अनुवादक= |संग्रह= }} {{KK...' के साथ नया पृष्ठ बनाया)
 
(कोई अंतर नहीं)

02:30, 21 जुलाई 2016 के समय का अवतरण

જોઈએ છે એક ઝાડ !
જેની ડાળી પર પંખીઓના માળા
ન હોય તો ચાલશે,
પણ એ પાનખર-પ્રૂફ હોવું જોઈએ !
બારે માસ લીલું ને લીલું રહેતું હોય એવું -
ઊંચું -
બીજા માળે આવેલા ફ્લૅટની
મારી બાલ્કની સુધી પહોંચી શકે એટલું !
અને
ઘટાદાર પણ જોઈએ જ,
જેનાથી બાલ્કનીનો વ્યૂ તો સુધરી જ જાય
પણ
જેને બતાવીને
અંગ્રેજી મીડિયમમાં ભણતા દીકરાને
ગ્રીનરી પર ઍસે પણ લખાવી શકાય !