भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
"અહમ્ / એષા દાદાવાળા" के अवतरणों में अंतर
Kavita Kosh से
Lalit Kumar (चर्चा | योगदान) ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=એષા દાદાવાળા |अनुवादक= |संग्रह= }} {{KK...' के साथ नया पृष्ठ बनाया) |
(कोई अंतर नहीं)
|
02:31, 21 जुलाई 2016 के समय का अवतरण
એક દિવસ મેં તને ફોન કર્યો,
‘તું નહીં હોય તો હું જીવી નહીં શકું એમ ?’
એ પછી - ઘણી વાર
તારા સુધી પહોંચવા મથતી લાગણીઓના
ધમપછાડાને મારો અહમ્ જાળવી લે છે.
આપણે સાથે જીવેલી પળો
આંખ સામેથી પસાર થાય
અને હું સ્તબ્ધ થઈ જાઉં છું, હજી પણ !
ઘણી વાર સવારે ઊઠીને અરીસા સામે ઊભી રહું
અને દેખાઈ જાય તું...
તને કશુંક કહેવા ડાયલ કરેલો ફોન
કશું બીજું જ કહીને મુકાઈ જાય છે.
આપણે રૂબરૂ મળીએ છીએ ત્યારે પણ
હાથ તો લંબાવી જ દઉં છું તારા તરફ...
પણ પછી તારી સામે લંબાવેલો હાથ
શૅકહૅન્ડ કરીને વાળી લઉં છું
પાછો મારી તરફ...
પણ સાચું કહું,
મારા અહમ્ને આમ પાળી-પોષીને
મોટો નહીં કર્યો હોત
તો ખરેખર જ
હું નહીં જીવી શકી હોત તારા વગર !