भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
વધારે કૈં નથી / અનિલ ચાવડા
Kavita Kosh से
Lalit Kumar (चर्चा | योगदान) द्वारा परिवर्तित 09:58, 27 दिसम्बर 2014 का अवतरण (Lalit Kumar moved page વધારે કૈં નથી / અનિલ ચાવડા ‘પ્રેમભક્તિ’ to વધારે કૈં નથી / અનિલ ચાવડા)
જો કહું તો માત્ર પટપટ થઈ રહેલી પાંપણો છીએ વધારે કૈં નથી,
ને સમયના દાંત ચોખ્ખા રાખવાના દાંતણો છીએ વધારે કૈં નથી.
ઊંઘવું કે જાગવું કે બોલવું કે ચાલવું કે દોડવું કે હાંફવું;
આ બધામાં એકદમ કારણ વગરનાં કારણો છીએ વધારે કૈં નથી.
તું પ્રવાહિતાની જ્યારે વાત છેડે ને તરત હસવું જ આવી જાય છે,
મૂળમાં તો હિમશીલાની જેમ થીજેલી ક્ષણો છીએ વધારે કૈં નથી.
શી ખબર ક્યારે અને કઈ રીતથી ઢોળાઈ જાશું એ વિશે કે’વાય નૈં,
આપણે લોહી ભરેલાં ચામડીનાં વાસણો છીએ વધારે કૈં નથી.