भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

માણસ / જયન્ત પાઠક

Kavita Kosh से
Sharda suman (चर्चा | योगदान) द्वारा परिवर्तित 13:03, 28 दिसम्बर 2014 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=જયન્ત પાઠક |अनुवादक= |संग्रह= }} {{KKCatGuj...' के साथ नया पन्ना बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)
यहाँ जाएँ: भ्रमण, खोज

રમતાં રમતાં લડી પડે ભૈ, માણસ છે !
હસતાં હસતાં રડી પડે ભૈ, માણસ છે !

પહાડથી યે કઠ્ઠણ મક્ક્મ, માણસ છે;
દડ દડ દડ દડ દડી પડે ભૈ, માણસ છે !

ચંદર ઉપર ચાલે ચપચપ, માણસ છે;
ને બે ડગલે ખડી પડે ભૈ, માણસ છે !

સૂર્યવંશીનો પ્રતાપ એનો, માણસ છે;
ભરબપ્પોરે ઢળી પડે ભૈ, માણસ છે !

પૂજાવા ઝટ થયા પાળિયા, માણસ છે;
ટાણે ખોટ્યું પડી, પડે ભૈ, માણસ છે!