भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

ઓજ રાખે, પાનબાઈ! / સુધીર પટેલ

Kavita Kosh से
Lalit Kumar (चर्चा | योगदान) द्वारा परिवर्तित 10:50, 12 अगस्त 2015 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=સુધીર પટેલ |अनुवादक= |संग्रह= }} {{KKCatGuj...' के साथ नया पृष्ठ बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)
यहाँ जाएँ: भ्रमण, खोज

બહાર ના શોધે, ભીતરમાં ખોજ રાખે, પાનબાઈ!
એમ બસ આઠે પ્રહરની મોજ રાખે, પાનબાઈ!

આપણે ડૂબી ગયા ને એ તરે છે એટલે,
વિષયોનો ના કશોયે બોજ રાખે, પાનબાઈ!

જ્યાં તમે ને હું પડી ગ્યા ત્યાં જ ઊભા એય પણ,
દૃઢ નિશ્ચયની અડીખમ ફોજ રાખે, પાનબાઈ!

વેણ કૈં ગંગાસતી બોલે નહીં વારંવાર,
ટેક લીધી એ કદી તે રોજ રાખે, પાનબાઈ!

ફક્ત દિવાથી નહીં ફેલાય અજવાળું ‘સુધીર’,
વેણ બોલી ઉજળાં કૈં ઓજ રાખે, પાનબાઈ!