भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
ચક્રવ્યૂહ / ભરત ત્રિવેદી
Kavita Kosh से
Sharda suman (चर्चा | योगदान) द्वारा परिवर्तित 12:24, 28 दिसम्बर 2014 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=ભરત ત્રિવેદી |अनुवादक= |संग्रह= }} {{KK...' के साथ नया पन्ना बनाया)
ક્યારેક થાય છે કે
તેના વિના ક્યારેય ચાલશે નહીં, તો
ક્યારેક થાય છે જે માર્ગનો અંત ના હોય
તેના પર કેટલું ચાલ્યા કરવું !
એક ડાળ પરથી ઊડીને
બીજી ડાળ પર જઈ બેસવું, ને
કોઈ નવું ગીત ગાવું
પંખીના તો સ્વભાવમાં હોય, પણ
ચોરસ આકાશમાં
કૅરમની કૂકરીની જેમ
આમ-તેમ ભટકાયા કરવું
થકવી દેતું હોય છે
કાગળ પર શબ્દની હાલત - ક્યારેક
ચક્રવ્યૂહમાં ફસાયેલા યોદ્ધા જેવી હોય છે !