भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

અભેદ / રામનારાયણ વિ.પાઠક 'શેષ'

Kavita Kosh से
Sharda suman (चर्चा | योगदान) द्वारा परिवर्तित 18:43, 28 दिसम्बर 2014 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=રામનારાયણ વિ.પાઠક 'શેષ' |अनुवादक= |...' के साथ नया पन्ना बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)
यहाँ जाएँ: भ्रमण, खोज

[શાર્દૂલવિક્રીડિત]

કોઈ રાત્રિ વિષે સરોવર ભર્યું કાંઠા સુધી વારિથી,
પૃથ્વીના ઉર શું, પ્રસન્ન મધુરું ગંભીર ને નિર્મળું;
ના હાલે જલ ખાલી અંતરના કો ઊંડી ગુહા પૂરવા,
કે ગ્રાહો સમ કોઈ ગૂઢ અદમ્યાં તોફાની સત્ત્વો થકી,
ના વા ક્ષુબ્ધ થતું બહાર વહતા ઝંઝાનિલોથી 'થવા
કાળાં અભ્રથી- અંતરાય બનતાં આકાશને પૃથ્વીનાં.
ને તેનાં કુમુદો પ્રફુલ્લ નયનો શું પ્રેમનાં નેનને,
પાણીથીય અલિપ્ત ઊર્ધ્વ, નીરખે નિષ્પન્દ, નક્ષત્રને.

ધારેલી વ્યધાનશૂન્ય પૃથિવી અંત્રિક્ષના અંકમાં
પ્રેમે લીન થઈ જતી ગગનના સર્વાંગ આશ્લેષથી;
સંક્રામ્યો તહીં વ્યોમરંગ સરમાં, આકાશની ઉન્નતિ
ગંભીરાઈ બની રહી સરમહીં, ને ભેદ ત્યાં ના રહ્યો-
આ તે છે સર, કે અગાધ અકળ્યું અસ્પૃશ્ય આકાશ એ!