Last modified on 28 दिसम्बर 2014, at 21:12

એ હરિ! આશીર્વાદ / ન્હાનાલાલ દલપતરામ કવિ ‘પ્રેમભક્તિ’

Sharda suman (चर्चा | योगदान) द्वारा परिवर्तित 21:12, 28 दिसम्बर 2014 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=ન્હાનાલાલ દલપતરામ કવિ ‘પ્રેમભક્...' के साथ नया पन्ना बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)

ઊતરજો એ હરિ! આશીર્વાદ:
મુરલીમાં વહજો અનહદ નાદ:
ઊતરજો એ હરિ! આશીર્વાદ.

વનવન શોધ્યાં, ગિરિવર શોધ્યા, શોધ્યા ક્ષિતિજના આરા;
શોધી શોધી સહુ જગતની ઝાડીઓ,

દીઠા ન બ્રહ્મકિનારા:
ઊતરજો એ હરિ! આશીર્વાદ.

સરોવર ભરિયાં, સાગર ભરિયાં, ભરિયાં આભ અનન્ત;
એક ખાલી અમ ઉરની કટોરી, હરિ!

ભરિયા ન ત્હેં તુજ સન્ત:
ઊતરજો એ હરિ! આશીર્વાદ.

રૂમતું - ઝૂમતું કિરણ રમે લઈ નિ:સીમના સન્દેશ;
રમજો એવી અમ આતમભાવના

તુજ હદ-બેહદને દેશ:
ઊતરજો એ હરિ! આશીર્વાદ.

મુરલીમાં વહજો અનહદ નાદ:
ઊતરજો એ હરિ! આશીર્વાદ.