भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

એક છોરી / પ્રહલાદ જેઠાલાલ પારેખ

Kavita Kosh से
Sharda suman (चर्चा | योगदान) द्वारा परिवर्तित 19:56, 1 जनवरी 2015 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=પ્રહલાદ જેઠાલાલ પારેખ |अनुवादक= |...' के साथ नया पन्ना बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)
यहाँ जाएँ: भ्रमण, खोज

એક છોરી
કોરી ગઈ અંતર માંહી દેરી.
આંખો તણાં બે નિજ ટાંકણાંથી,
ને હાસ્ય કેરી લઘુ લૈ હથોડી,
કોરી ગઈ અંતર માંહી દેરી
એ એક છોરી.

બની ગઈ દેવ સ્વયં પધારી
ત્યાં ઘંટડી કંઠ તણી બજાવી;
ને બોલ એના પ્રગટી ઊઠે છે
દીવા બનીને.

અંગાંગમાં પુષ્પ અનેક ફૂટતાં
પળે પળે, ને સહુ એ ખરી જતાં
દેરી મહીં; સૌરભ છાઈ ત્યાં જતી
કોઈ અનેરી.

ને ઊડતી જે લટ કેશ કેરી,
એ ધૂપની સેર સમી જણાતી !
માન્યું હતું, - કોઈ પ્રવેશ પામી
શકે નહીં ત્યાં !
પણ એક છોરી

આવી, અને અંતર કોરી કારી,
દેરી બનાવી,
બની ગઈ દેવ સ્વયં પધારી!