भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
બાપુનો જન્મદિવસ / હરીન્દ્ર જયંતીલાલ દવે
Kavita Kosh से
Sharda suman (चर्चा | योगदान) द्वारा परिवर्तित 13:10, 23 जनवरी 2015 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=હરીન્દ્ર જયંતીલાલ દવે |अनुवादक= |...' के साथ नया पृष्ठ बनाया)
આજ બાપુનો જનમદિન
જ્યારથી સરકાર પાળે છે રજા
ત્યારથી કમેય ભૂલાતો નથી.
વાંચશું થોડા ગીતાના શ્લોક ?
'વોઈસ ઑફ ઈન્ડિયા' જોવા જેવું છે,
ક્યાં સમય રહેશે ?
ને ઉપવાસ ?
ના રે એમ દુભવ્યે જીવ
બાપુ તે કદી રાજી રહે ?
રાજઘાટ જશું ?
ચલો, સુંદર જગા છે,
ટહેલશું થોડું.
અને બે ફૂલ બાપુની સમાધિ પર મૂકી
કર્તવ્યનિષ્ઠા તો બતાવીશું.
ક્યાં બિચારાએ સહન થોડું કર્યુ
બે ફૂલનો તો હક્ક અદા કરવો ઘટે
પ્રાર્થનાના તો ન શબ્દો યાદ
પણ બાપુ સદા કહેતા હતા
કે હૃદય જો પ્રાર્થતું હોયે તો સાચી પ્રાર્થના.
આ રજાનો દિન
હશે આકાશવાણી પર વધારે કાર્યક્રમઃ
વ્યાખ્યાન કોઈ રાજનેતાનું -
જવા દો,
ગ્રામ પર મૂકો નવી રેકોર્ડ.
આજ બાપુનો જનમદિન
ને રજા,
કેટલો જલ્દી દિવસ વીતી ગયો,
જેમ બાપુનું જીવન.