भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

ફૂલવાડીનો મોરલો / અરદેશર ફરામજી ખબરદાર

Kavita Kosh से
Sharda suman (चर्चा | योगदान) द्वारा परिवर्तित 16:21, 17 मई 2015 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=અરદેશર ફરામજી ખબરદાર |अनुवादक= |स...' के साथ नया पृष्ठ बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)
यहाँ जाएँ: भ्रमण, खोज


કે કુંજમાં મઘમઘ મહેકે ફૂલડાં રે,
કે આવી મોંઘી દેવવસંત:
કે નાચે ફૂલવાડીનો મોરલો રે.

કે પાંદડે પાંદડે પલકે હીરલા રે,
કે ઊછળે ઉર ઉર ભાવ અનંત:
કે નાચે ફૂલવાડીનો મોરલો રે.

કે આભને માથે રંગભર છોગલાં રે,
કે એવાં ધરણીશીર ગુલમહોર:
કે નાચે ફૂલવાડીનો મોરલો રે.

કે ઊઘડે ચંદરવા દિશદિશ તણા રે,
કે ઊઘડે હૈડાં આઠે પહોર:
કે નાચે ફૂલવાડીનો મોરલો રે.

કે મોગરા ગગને ખીલ્યા તેજના રે,
કે ચુંદડી જગની રતનજડાવ:
કે નાચે ફૂલવાડીનો મોરલો રે.

કે સૂરજ છાંટે નવરસ છાંટણાં રે,
કે એવા અંતર અમીછંટકાવ:
કે નાચે ફૂલવાડીનો મોરલો રે.

કે શીર પડ ડોલે કલગી વિભૂતિની રે,
કે અદ્‌ભુત ખોલે પ્રાણકલાપ:
કે નાચે ફૂલવાડીનો મોરલો રે.

કે થનગન થનગન લોલે આંગણાં રે,
કે ટહુકે ગરજે આતમ આપ:
કે નાચે ઉરવાડીનો મોરલો રે.