भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

મગન અને ગાજર / સિતાંશુ યશશ્ચંદ્ર મહેતા

Kavita Kosh से
Sharda suman (चर्चा | योगदान) द्वारा परिवर्तित 14:39, 3 जुलाई 2015 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=સિતાંશુ યશશ્ચંદ્ર મહેતા |अनुवाद...' के साथ नया पृष्ठ बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)
यहाँ जाएँ: भ्रमण, खोज

મગન, ભઈ, આવું થાય આપડાથી ?
આ આજે તું હરણિયાના પગનો તારો હલાઈ આયો.
ને કાલે મધરાતે ઊઠીને કહીશ :
‘ના હું તો ખઈશ મૂળા, મોગરી, ગાજર ને બોર સુધ્ધાં.’
મગન, ભઈ વચાર તો કર,
કે તું કોણ ?
સપ્તરસીની પૂછડીમાં આ તારો પેલો લંબર.
માતમા મરી ગયાના મેળાવડામાં મામલતદાર શાયેબનું
બોલતાં મોં શુકાય
તો ગામલોક પોંણીનું પવાલું લઈ આ તને મોકલે.
ને કોંટા પર ઊભો રહી કોઈન નાખે
તો કડંગ કટ ખરર ખરર ખટ ને આયી જ સમજો
તારા વજનની કાપલી.
ને પાછળ ભલા ભગવાનના હાથે લખાઈને આવે -
તુમ બડે પ્રાક્રમી વ બુદ્ધિશાળી હો.
અગલે અઠવાડિયેમેં આપકી ઉન્નતી હોગી.
ન જ રોકાયો, એક આઠ દાડાયે, મગનિયા !
વિસવાસ જ ન મલે ભગવાન પર
ને હલાઈ આયો હરણિયાના પગનો તારો.
તેયે પાછલા પગનો નઈં.
જમણા પગનોયે નઈં.
આગલા ડાબા પગનો.
જરા જો તો ખરો
આ તારે લીધે
કોરિઆમાં કનીકાકીની કાકડી કપાઈ ગઈ
ને મંચૂરીઆમાં માઓ સે મુંગની મામી મરી ગઈ.
મગન મગન શુંઉંઉં કરી નાખ્યુંઉં તેં ?
ઓ ભલા ભગવાન, એને માફ કરજે
એને ખબરે નથી કે એણે શું કરી નાખ્યું છે.

અરે રે, મગન
રાતે ગાજર?