Last modified on 14 अगस्त 2015, at 10:42

આ તડકાને બીજે ગમે ત્યાં ઉતારો / ગૌરાંગ ઠાકર

Lalit Kumar (चर्चा | योगदान) द्वारा परिवर्तित 10:42, 14 अगस्त 2015 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=ગૌરાંગ ઠાકર |अनुवादक= |संग्रह= }} {{KKCat...' के साथ नया पृष्ठ बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)

આ તડકાને બીજે ગમે ત્યાં ઉતારો,
નહીં તો હરણને ન રણમાં ઉતારો

હું મંદિરમાં આવ્યો અને દ્વાર બોલ્યું,
પગરખા નહીં બસ અભરખા ઉતારો.

તમારી નજર મેં ઉતારી લીધી છે,
તમે મારા પરથી નજર ના ઉતારો.

ફૂલો માંદગીનાં બિછાને પડયા છે,
બગીચામાં થોડાક ભમરા ઉતારો

આ પર્વતનાં માથે છે ઝરણાંનાં બેડા,
જરા સાચવી એને હેઠા ઉતારો.

ભીતરમાં જ જોવાની આદત પડી ગઇ,
હવે ભીંત પરથી અરીસા ઉતારો.