भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
ચાલો ઉઠાવવા પણે માણસ પડી ગયો / ગૌરાંગ ઠાકર
Kavita Kosh से
Lalit Kumar (चर्चा | योगदान) द्वारा परिवर्तित 10:43, 14 अगस्त 2015 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=ગૌરાંગ ઠાકર |अनुवादक= |संग्रह= }} {{KKCat...' के साथ नया पृष्ठ बनाया)
ચાલો ઉઠાવવા પણે માણસ પડી ગયો,
ઝાકળ લઈ જતો હતો સૂરજ મળી ગયો.
ઓળખથી ઓળખાણ કરી જીવતો રહ્યો,
મારા વગરનો હું જ મને છેતરી ગયો.
આ પાછલા પહોરનું સપનું ફળે, કદાચ,
મોટો થતો ગયો અને બાળક બની ગયો.
ઇશ્વર તું માનવીની છે ઉત્તમ કલાકૃતિ,
સદીઓ વીતી છતાંય તું કેવો ટકી ગયો!!!
આ ટોચ માત્ર ખીણનું શીર્ષાસન જ બની,
જ્યારે મને હું સાંભળી ને અવગણી ગયો.