भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
મારા વાલમા / લલિત ત્રિવેદી
Kavita Kosh से
Lalit Kumar (चर्चा | योगदान) द्वारा परिवर्तित 16:35, 7 सितम्बर 2015 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=લલિત ત્રિવેદી |अनुवादक= |संग्रह= }} {...' के साथ नया पृष्ठ बनाया)
ઘાટ ઘાટ મન ને મલીર, મારા વાલમા,
ઠામ ઠરી બેઠાં નહિ થીર, મારા વાલમા.
ઝાલર વગડે છે મંદિર,મારા વાલમા,
ખખડે છે ઓરે જંજીર, મારા વાલમા.
કિયે પગથિયે મેલવી ઉતાવળ,
કિયે તે ખુટાડું હું ધીર, મારા વાલમા.
પગલું મેલું ને કાંઈ મેલી દઉં પંડ રે,
મેલ્યા મેલાય નહિ ક્ષીર , મારા વાલમા.
છેલ્લે પગથિયે ચીર અને ચામડી,
તળિયામાં હાથ ને લકીર,મારા વાલમા.
જોજન-જોજન સૂના સૂસવે છે ઓરતા,
ક્યાં રે દેખાય સાચાં નીર,મારા વાલમા.
ઓરડામાં લૂમ્બઝૂમ્બ ઝૂલે બાવળિયા,
લેખણમાં મીર તકી મીર,મારા વાલમા.
બાર બાર વરસે માધાવાવ ગળાવિયા,
પ્રગટી નહિ પાણામાં પીર,મારા વાલમા.