भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

તું સાગર છે / દક્ષા વ્યાસ

Kavita Kosh से
Lalit Kumar (चर्चा | योगदान) द्वारा परिवर्तित 14:32, 6 जनवरी 2016 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=દક્ષા વ્યાસ |अनुवादक= |संग्रह= }} {{KKCat...' के साथ नया पृष्ठ बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)
यहाँ जाएँ: भ्रमण, खोज

તું સાગર છે
સમુદ્ર, જલનિધિ , રત્નાકર.....
એક પછી એક નામ સ્મરું છું:
તમામ પુરુષવાચક

તારું વિશાલ વક્ષ:સ્થલ અવશાત આમંત્રે છે મને
લહેરાતી અનંત રોમાવલિઓ
લાગણીઓના ઝલમલ પટ પર ઝુલાવે છે મારા અસ્તિત્વને,
મારી જાણ બહાર હું
તારી સાવ સન્મુખ.
ક્યારે....
કઈ પળે....
ન જાને....

ઊછળી ઊછળીને
વળ ખાઈ ખાઈને
તારા ધસમસતાં મોજાં પખાળે છે મારાં ચરણને.
ક્ષણે ક્ષણે વધતો જતો વેગ
વિચલિત કરી દે છે મનને

પગ તળેની રેતી સરકતી જાય છે
અવશ બનીને ધકેલાતી જાઉં છું
ખળ ખળ વહેતાં જળની સાથે સાથે.....
જાણું છું, તું સાગર છે.
પુરુષ છે.
આવેગ પૂર્વક તાણી જાય છે
તે પછી કિનારે ફેંક્વા જ.
ને છતાં....