भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

ચાલો ચેલા / ધ્રુવ જોશી

Kavita Kosh से
Lalit Kumar (चर्चा | योगदान) द्वारा परिवर्तित 16:51, 25 अप्रैल 2016 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=ધ્રુવ જોશી |अनुवादक= |संग्रह= }} {{KKCatGuj...' के साथ नया पृष्ठ बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)
यहाँ जाएँ: भ्रमण, खोज

ચાલો ચેલા છાનું છપનું આડૂ ટેડૂ કરીએ,
બાબા બાપુ-સાંઈ-ગુરુ થઈ, ઈશ્વરને છેતરીએ.

ચાલો આપણે ફાર્મ હાઉસને, આશ્રમ ડિક્લેર કરીએ,
બાબા-બાબા કરતા સૌને, ભોગાસન શીખવીએ.

ચોરાહે બેસાડી જાણે, ગરીબ માંગણ માંગે,
કેદ કરીને દેવ-દેવીને, કાચની જેલમાં પૂરીએ.

સત્સંગના વાધા પહેરીને, શિકાર રોજે કરીએ,
કુટિયામાં કોડિયું કચડી, કૅન્ડલ ડીનર કરીએ.

આજ બાપડો થૈને બેઠો કારાગારમાં ખૂણે,
ધડો ભરેલો ફૂટયો જો ને ખૂબ ભરેલો પાપે.