भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
આંખ સામે વાદળી આવી ગઈ / પારસ હેમાણી
Kavita Kosh से
Lalit Kumar (चर्चा | योगदान) द्वारा परिवर्तित 20:17, 5 जुलाई 2016 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=પારસ હેમાણી |अनुवादक= |संग्रह= }} {{KKCat...' के साथ नया पृष्ठ बनाया)
આંખ સામે વાદળી આવી ગઈ
આજ એની બાતમી આવી ગઈ
આમ તો રંગીન હતી આ જિંદગી
જાણે ક્યાંથી સાદગી આવી ગઈ
ખૂલતોને ખૂલતો હું જાઉં છું
હાથ પાછી વાંસળી આવી ગઈ
એ ફક્ત આવ્યા હતા મળવા મને
ઘરમાં સઘળે તાજગી આવી ગઈ
વ્હેમ પાછા કેટલા તાજા થયા
હાથ જૂની ડાયરી આવી ગઈ
યાદની બલિહારી જો ‘પારસ’ અહીં
પેનમાંથી પાંદડી આવી ગઈ