भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

ભીની યાદ / હરિશ્ચન્દ્ર જોશી

Kavita Kosh से
Lalit Kumar (चर्चा | योगदान) द्वारा परिवर्तित 20:26, 5 जुलाई 2016 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=હરિશ્ચન્દ્ર જોશી |अनुवादक= |संग्र...' के साथ नया पृष्ठ बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)
यहाँ जाएँ: भ्रमण, खोज

ઉદાસી સાંજ થઈને વિસ્તરે છે.
ફલક પર યાદ ભીની ચીતરે છે.

ભરાઈ ગંધ ઘરમાં મોગરાની,
પવન માદક કપટથી છેતરે છે;

ભીતરમાં ગોપવ્યા છે ઘા નીંગળતા,
કોઈ ટહુકા કરીને ખોતરે છે;

ભરે મજબૂત પહેરો પાંપણો પણ,
દબાતે પગ સપન લ્યો, ઊતરે છે;

વળાવ્યાં પાછલી રાતે જે સ્મરણો,
સવારે સૂર્ય સહુને નોતરે છે...