Last modified on 5 जुलाई 2016, at 20:33

એ જ ટોળાથી અલગ પડતા નથી / રાકેશ હાંસલિયા

Lalit Kumar (चर्चा | योगदान) द्वारा परिवर्तित 20:33, 5 जुलाई 2016 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=રાકેશ હાંસલિયા |अनुवादक= |संग्रह= }...' के साथ नया पृष्ठ बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)

એ જ ટોળાથી અલગ પડતા નથી,
જાતને ક્યારેય જે મળતા નથી.

શું કહું એને, કૃપા કે અવકૃપા ?
પાંદડાં આ વૃક્ષનાં ખરતાં નથી !

ચીસ સાંભળતા નથી, એવું નથી,
પણ હવે લોકો જ ખળભળતાં નથી.

એવું થોડું છે ગમીએ સર્વને,
જેમ આપણને ઘણાં ગમતાં નથી.

એવું શું ફેક્યું સરોવરમાં તમે ?
કાં હજુયે નીર આછરતાં નથી !!

વ્યર્થ છે ખોબો ધરી નિત ઊભવું,
એમ કાંઈ પથ્થરો ઝમતા નથી.